કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના...
નહિતર પતંગીયું ઊડી જશે !
નાની નાની પાંખવાળું, ઝીણી ઝીણી આંખવાળું,
પીળું પતંગીયું ઊડી જશે !
કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના...
નહિતર પતંગીયું ઊડી જશે !
ફૂલે ફૂલે ભમતું, આનંદથી રમતું, બધાંને ગમતું,
પીળું પતંગીયું ઊડી જશે !
કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના...
નહિતર પતંગીયું ઊડી જશે
શ્યામલ-સૌમિલ મુનશી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો