બાળસભાનો હું છું રાજા, ભરી
સભામાં બજાવું બાજા…. ધીન
.. ધીન ધીન ..
બુધ દહાડે સભા બોલાવું,
ટીંગુ મીંગુ ને આમંત્રણ અપાવું. ધીન .. ધીન ધીન
..
ગમ્મત પડે સૌ ભુલકાં આવો,
જોક્સ ઉખાણા કવિતા ગાઓ. ધીન
.. ધીન ધીન ..
પપલું પ્રધાન જવાબ માંગે, ગણિત
ગમ્મતમાં સવાલ જાગે . ધીન
.. ધીન ધીન ..
ચંગુ મંગુ વાર્તા સંભળાવે, સહુ
બાળકોને ખુબ હસાવે. ધીન
.. ધીન ધીન ..
ગોષ્ઠી કરીએ કલરવ સભામાં, મળે
પાછી સભા સપ્તાહમાં. ધીન
.. ધીન ધીન ..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો