મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026

ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ
કાગડો પેલો વાંસળી ફુંકે પીપુડી પમ પમ.....  ઢીંગલી

શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ધીમે ધીમે (2) નીચે તું આવ

ધીમે ધીમે (2) નીચે તું આવ
ઓ ચાન્દલા નીચે તું આવ ........
રોજ રોજ રાત પડે જોતી તુજ વાટડી
આભલાની સામે જોઇ થાકી મુજ આંખડી
પરીઓની વાત કહી સુણાવ  ઓ ચાન્દલા નીચે તું આવ ........ ધીમે
આભલાના બાગમાં થોડા કઇ ફુલડાં
લાવજે તું મારી વેણીમાં ગુંથવા
નાનેરી બહેનને  સોહાવ ઓ ચાન્દલા નીચે તું આવ ...... ધીમે
તારી સાથે રમવાના મુજને કૈ  કોડ છે .
આવીને દેખ જરા કેવી મુજ જોડ છે
આવીને રમત રમાડ ઓ ચાન્દલા નીચે તું આવ ........ ધીમે 

ચાંદામામા ચાંદામામા

ચાંદામામા ચાંદામામા
ચાંદામામા ચાંદામામા
મામા થઈને અમારાથી કેમ રહો છો દૂર
સાથે આવી ખવડાવો ને ટોપરા ખજૂર
 ચાંદામામા ચાંદામામા ..હા હા હો હો હો
 નાના નાના તારલિયા ને રમવા લાવો જરૂર નાના-મોટા ને હસાવો  રમાડો જરૂર
 ચાંદામામા ચાંદામામા હા હા હો હો વાદળ કેરી ગાડી માં રમવા લઈ જાઓ દૂર રમી ભમીને ઘેર પાછા આવી શું જરૂર ચાંદામામા ચાંદામામા હા હા હા હા હો હો હો

બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી ,
બોલ બા કેમ બોલાવું એને કેમ બોલાવું?    
ડોલમાં બેસાડી એને  નવડાવું,
ચમ્પાના ફુલ ની વેણી ગુંથાવું,
તો પણ તે બોલતી  રે નથી  ... (2)… … ખાતી નથી
ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા,
સોનાને પાટલે બેસાડું જમવા,  
તો પણ તે ખાતી   રે નથી  ... (2)… … ખાતી નથી
પંખી બતાવું ડાળીએ ઝૂલતાં,
મેના પોપટ ને મોરલા ટહુકતાં,
તો પણ તે ગાતી   રે નથી  ... (2)… … ખાતી નથી
પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝબલું,
છમછમ નાચું ને વગાડું તબલું,
 તો પણ તે નાચતી   નથી  ... (2)… … ખાતી નથી
ચાન્દામામા તો આકાશે રમતાં ,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતાં,
મારે પણ બોલવું નથી    ... (2)… … ખાતી નથી


ચક ધૂમ ધૂમ.. ચક ધૂમ ધૂમ ધૂમ

ચક ધૂમ ધૂમ.. ચક ધૂમ ધૂમ ધૂમ
ક્લાસરૂમમે મચ ગઈ ધૂમ
ટીચર ગયે છુટ્ટીપે તો lets play મસ્તી કી Tune
લેશન બેશન છોડ કે મસ્તીમે હમ ખો જાયે
ચંદુ કે ચશ્મે પહન કે ટીચર હમ બન જાયે
કાગજ કા હમ બોલ બનાયે ફૂટ રુલ કા બેટ
બ્લેક બોર્ડ પે આઓ બનાયે પ્રિન્સીપાલ કે સ્કેચ
ચક ધૂમ….
મુક્શીલ સે મીલતા એ મૌકા મીલકર શોર મચાયે
આજ યહા કે હમ તો રાજા કિસસે હમ ઘભરાયે
દેખો ધ્યાન સે દુર દુર તક ટીચર જો આ જાયે
ઉલટી બુક મે છુપા કે સર અચ્છે બચ્ચે બન જાયે
ચક ધૂમ …
– રૂપાંગ ખાનસાહેબ

રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ચીનુ રાખે ચોટલી ને, મનુ રાખે મુંડો.

ચીનુ રાખે ચોટલી ને, મનુ રાખે મુંડો.
બા રાખે કેડમાં, ચાવી નો આ જુડો .
બાપા પહેરે ટોપો ને, દાદા પહેરે પાઘડી.
નાની બહેન ચણીયો પહેરે લાગે મોટી બાઘડી .
મોટી બહેન ચણીયો પહેરે, પગમાં પહેરે સેંડલ.
ભાઇ પહેરે પાટલુન ડોકમાં સોનાનું પેંડલ.
કાકા કાળી ટોપી પહેરે, સાથે રાખે લાકડી.
મામા રાખે મોટી મુછો કેવી લાગે ફાંક્ડી.
માસ્તર લાંબો ઝભ્ભો પહેરે,  ઉપર પહેરે જાકીટ.
કોઇ વાર તે ચશ્મા પહેરે હાથમાં રાખે પાકીટ.
નાનોભાઈ ઝબલું પહેરે, સાથે નાની ચડ્ડી,
બંદા તો બુસકોટ પહેરે ,કોઈ દી પહેરે બંડી.