શનિવાર, 19 નવેમ્બર, 2016

આપો આપો બે સુન્દર પાંખ મને
મારે પંખી ભમે તેમ ભમવું છે
વનવાડી બગીચે ભમવું છે .. ... આપો
મારે ઉંચા આભમાં ઉડવું છે
પેલા તારા રમે તેમ રમવું છે ... ... આપો
પેલા ઝાડનાં ઝુંડ માં છુપાવું છે
મારે  પંખી નું ગીતડું ગાવું છે ... ... આપો
હાથ ચાન્દા  સૂરજને ધરવા છે
મારે  દીવા ગગનનાં ગણવા છે ... ... આપો
વનવાડી બગીચે ભમવું છે
પેલાં ભમરા ગુંજે તેમ ગુંજવું છે ... ... આપો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો