શનિવાર, 19 નવેમ્બર, 2016

એક જાદુગર કેવો ...... એક જાદુગર એવો ..
એણે રંગબેરંગી ફૂલ કીધા
એણે પાંખડીઓમાં પ્રાણ પૂર્યા
એણે બાગ બનાવ્યો કેવો... એક જાદુગર એવો ... ...
એના રંગી પીંછે બાળક રમતાં
એના ટહુકા તો સૌને ગમતાં
એણે મોર બનાવ્યો કેવો ... એક જાદુગર એવો ... ...
એણે દુધભરી દુનિયા કીધી
એણે રુપાળી રજની કીધી
એણે ચાન્દ બનાવ્યો કેવો ... એક જાદુગર કેવો ...... 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો