ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

ચાલોને વીણવા ફુલડાં ભેરુડા

ચાલોને વીણવા ફુલડાં ભેરુડા મારા
ચાલોને વીણવા ફુલડાં ... ...
નવરંગી ધરતીના ફુલડાં નવરંગી
ડાળીઓને ઝુલે ઝુલંત ... ...
ફુલડે  ફુલડે ઉડી મધમાખી
રસ ચુસે છે ચાખી ચાખી ... ...
રસના સ્વાદમાં મસ્ત બનીને
ગાતી તી ગૌરવનાં ગાન ... ...
ધરતીની ગોદમાં રમતાં એ ફુલડાં
શોભી રહ્યાં છે કેવાં મુખડાં ... ...
વન- વન ખીલી છે કુસુમકળીને
ભ્રમર ભૂલ્યો છે તેના ભાન ... ... 
ચાલોને વીણવા ફુલડાં ભેરુડા મારા
ચાલોને વીણવા ફુલડાં ... ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો