સાગરના નીર જરા ધીરે ધીરે
શંખલાંને છીપલાં વીણવા છે
મારે
તમે આવજો કિનારે જરા ધીરે
ધીરે ... ... સાગરના
દહેરાં બનાવી મારે રમવું
છે રેતમાં
તમે ઘુઘવજો થોડું જરા
ધીરે ધીરે ... ... સાગરના
ભરતીને ઓટમાં તરવું છે
મારે
તમે મોજા પછાડો જરા ધીરે
ધીરે ... ... સાગરના
બળતા બપોરના તડકા સહેવાય
ના
તમે સંતાડી લેજો જરા ધીરે
ધીરે ... ... સાગરના
નાનકડી નાવમાં તરવું છે
મારે
તમે હલેસા મારો જરા ધીરે
ધીરે ... ... સાગરના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો