બુધવાર, 19 ઑગસ્ટ, 2026

અમે નીલફુવારે રમતાં રે મનગમતાં

અમે નીલફુવારે રમતાં રે મનગમતાં
વસંતની ફુલછાબ બિછાવે
ફૂલ ફૂલ નાદ સુણવતાં રે મનગમતાં ...... અમે....
પરાગના અસવાર બનીને
ગંઘ સુગંઘ વિહરતાં રે મનગમતાં...... અમે....
અષાઢ ની ઘનઘોર ઘટામાં
ચમક  ચમક ચમકંતા રે મનગમતાં...... અમે....
કાળા  કાળા વેશ ધરીને
મયુરને નચવંતા રે મનગમતાં...... અમે....
ઉષા અરુણના કુમકુમ પગલે
રંગ  સુગંઘ રચંતા રે મનગમતાં......અમે ....
સાંજ પડે રવીરાજ ઢળે જ્યાં
સ્વપ્ના સાથ રમંતા રે મનગમતાં...... અમે ....



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો