ઓ પેલાં ઝગમગતાં તારલાની
જોડી, લાગે કેવી રુડી ,
ઓ બા મને કહેજેને વાત એની
થોડી.
પચરંગી ફૂલ પેલાં કોણે તે
રંગીયા?
છુપી છુપી વાતો શું કરતાં
પતંગીયા ?
પેલાં ભમરાં ગુંજેછે દોડીદોડી, આ પ્રીત કોણે જોડી ,
ઓ બા મને કહેજેને વાત એની
થોડી ...... ઓ પેલાં....
ઘુઘવતાં સાગરના
નીર ક્યાથી આવ્યા ?
મોટા મોટા મગરમચ્છ ઉરમાં સમાવ્યા
?
પેલી નદીઓ શુંજાય દોડી
દોડી, પર્વત ઘર છોડી ,
ઓ બા મને કહેજેને વાત એની
થોડી ...... ઓ પેલાં....
લીલાછમ વ્રુક્ષો ને ઉંચા
ઉંચા ડુંગરા ,
વન ઉપવનને પંખી પર્વતની કન્દરા ,
પેલાં પંખી શું ગાય દોડી દોડી, કુદરત કેવી રુડી ,
ઓ બા મને કહેજેને વાત એની
થોડી ...... ઓ પેલાં....
કાળી કાળી વાદળી ઝાંખીએ
સોહામણી ,
આકાશે ઉડતી માલત મહેરામણી
પેલી વર્ષા ની
ધાર કોણે છોડી ? મહી વીજ કોણે જોડી ?
ઓ બા મને કહેજેને વાત એની થોડી ...... ઓ પેલાં....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો