ગુરુવાર, 23 એપ્રિલ, 2020

હાલ નિશાળે જઈએ ,ભઈલા હાલ નિશાળે જઈએ.
રમતા રમતા ભણી ગણીને ડાયા ડમરા થઈએ, હાલ નિશાળે જઈએ .
ગણિતમાં તો ગમ્મત પડશે, ગીત મજાનાં ગા ઈ એ. રિસેસ પડશે ને સરસ મજા નું, ભોજન જમી લઈએ.
પ્રાર્થના કરીએ, સફાઈ કરીએ, ભણવા બેસી જઈએ .
ગુરુજી ને વંદન કરી ને, લેસન બતાવી દઇએ.
ચિત્રો દોરીએ, હોડી બનાવીએ ,કલા કેળવી લઈએ,
નાના ભૈલા તો યે આપણે ભારતનું ભાવિ છીએ. પર્યાવરણના પાઠ શીખીશું ,ભાષા ભણી લઈએ, ક્ષમતાઓ સિદ્ધ કરવાનો લ્હાવો લુંટી લઇએ, હાલ નિશાળે જઈએ........


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો