રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018


મને વહાલી લાગે મારી બેનડી
રૂપે રંગે એ તો કેવી મજાની !
નયન નમણેથી અમીની ધારા વહે !
મુખડું મનોહર સદા હસતું રહે.
એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં !
સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં !
એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી,
એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી !
મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી !
પેલી પગલી પડે જુઓ નાની ન્યારી !

એ વિશ્વશાંતિ કેરો સંદેશ લાવે,
દેવદૂત શી એ મુજને શાને રે ન ભાવે ?
પ્રવીણભાઈ કે. મહેતા બાલપ્રેમી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો