રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018


પપ્પાજીએ રંગબેરંગી દસ કાગળિયા દીધા,
ઋચાબહેને એમાંથી કેવાં કામણિયાં કીધાં !
પહેલો કાગળ કાળો એનો કર્યો કાગડો કાળો,
બીજો કાગળ લીલો એનો પોપટ કાંઠલાવાળો.
ત્રીજો કાગળ પીળો એનું પીળક કીધું કેવું !
ચોથો કાગળ ભૂરો એનું કીધું રે પારેવું.
પાંચમો કાગળ ધોળો એનો બગલો ચોટીવાળો,
છઠ્ઠો કાગળ રાતો એનો મરઘો માંજરવાળો.
સાતમો કાગળ કથ્થાઈ એનાં કાબરડાં કલબલતાં,

આઠમો કાગળ બહુરંગી એના મોર કીધા રૂમઝૂમતા.

નવમો કાગળ કેસરીયા એની ધજા કરી ફરફરતી,
દસમો કાગળ સોનેરી એની દરી કરી ચકમકતી.
બધાં પંખીને દેરી પરના ગુંબજ પર બેસાડ્યાં,
કળ દાબી પછી કેમેરાની કટ-કટ ફોટા પાડ્યા.
ડૉ. રક્ષાબેન પ્ર. દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો