રવિવાર, 27 નવેમ્બર, 2016

  અંતર મંતર  જંતર, હું જાણુ છું રે મંતર ,
તને ચકલી બનાવી દઉં ,તને કાગડો બનાવી દઉં.
જુઓ આ તોપલી ખાલી, તેમાં પરી રહે મતવાલી ,
મારી ટોપલી માં જાદુ, તેમાં પરી ને બેસાડું,
     તેને છોકરી  બનાવી દઉં ...... અંતર મંતર 
જુઓ આ ગંજીપા ની રમત, રમતમાં છે મોટી ગમ્મત ,
પહેલા ગુલામ આવે, પછી રાણી આવે ,
     તેનો બાદશાહ બનાવી દઉં...... અંતર મંતર 
જુઓ આ મેના વગડાની  , એ તો કેવી રહે છે મતવાલી ,
એને જંગલ માં ભાળી, એને પાંજરા માં પૂરી ,
એની કૂકડી બનાવી દઉં ..... અંતર મંતર 
જૂઓ આ ઠીંગુ મજાના, એ તો ચાલે છે છાનામાના ,
ઠીંગુ ખુબ દોડે છે, ઉંચા પહાડ કૂદે છે ,
      તેનો લંબુ બનાવી દઉં...... અંતર મંતર  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો