બુધવાર, 16 નવેમ્બર, 2016

પેલાં વાદળમાં ચોક તો વિશાળ છે
   તેમાં સોહામણી સુન્દર નિશાળ છે
   મારુંતો ચિત્ત ત્યાં ભમે,
   મને એવી નિશાળ ગમે ........ પેલાં
   નાના નાના તારલા ભણવાને આવે,
   દુધમલ મુખડાં પલપલ મલકાવે,
   ઘન કેરી ઘટાઓ સમે ,
   મને એવી નિશાળ ગમે ....... . પેલાં
   ચાન્દામામા તો પાઠ ભણાવે,
   વાતો વાયુ મીઠા ગીત સુણાવે,
   નાચે કૂદે ને સૌ રમે ,

   મને એવી નિશાળ ગમે ......... પેલાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો