બુધવાર, 16 નવેમ્બર, 2016

બાલુડા આવજો હો મારી નિશાળમાં
પંખીડા આવજો હો મારી નિશાળમાં
મારી નિશાળમાં નાનકડો બાગ છે
નાનકડાં બાગમાં  છોડો અપાર છે
ડાળીએ ડાળીએ ફૂલ મારી નિશાળમાં ......... બાલુડા આવજો
મારી નિશાળમાં નાનું મેદાન છે
નાના મેદાનમાં રમતો રમાય છે
દોડી દોડી દેતા સૌ દાવ મારી નિશાળમાં.... બાલુડા આવજો
મારી નિશાળમાં ભણતર ભણાય છે
જીવન ઘડતરના પાઠો શીખવાય છે
શીખવાને આવજો હો મારી નિશાળમાં.... બાલુડા આવજો
બાળકો સૌ તમે નિશાળમાં ભણજો
પંખી તમે સૌ બાગમાં ચણજો


સાથે સાથે જઇશુ સૌ મારી નિશાળમાં .... બાલુડા આવજો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો