બુધવાર, 23 નવેમ્બર, 2016

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી ,
બોલ બા કેમ બોલાવું એને કેમ બોલાવું?    
ડોલમાં બેસાડી એને  નવડાવું,
ચમ્પાના ફુલ ની વેણી ગુંથાવું,
તો પણ તે બોલતી  રે નથી  ... (2)… … ખાતી નથી
ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા,
સોનાને પાટલે બેસાડું જમવા,  
તો પણ તે ખાતી   રે નથી  ... (2)… … ખાતી નથી
પંખી બતાવું ડાળીએ ઝૂલતાં,
મેના પોપટ ને મોરલા ટહુકતાં,
તો પણ તે ગાતી   રે નથી  ... (2)… … ખાતી નથી
પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝબલું,
છમછમ નાચું ને વગાડું તબલું,
 તો પણ તે નાચતી   નથી  ... (2)… … ખાતી નથી
ચાન્દામામા તો આકાશે રમતાં ,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતાં,
મારે પણ બોલવું નથી    ... (2)… … ખાતી નથી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો