A - b - c - d છોડ ને ભઈલા ક - ખ - ગ - ઘ , બોલ
અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરતી અણમોલ
કે -- ભઈલા ગુજરતી અણમોલ
સ્પેરો કહીને સ્માર્ટ બનતો, ચકલી તું ન બોલે
કબૂતરોની બોલી તારી સ્વર પેટી ન ખોલે
અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરાતી અણમોલ
કે -- ભઈલા ગુજરાતી અણમોલ.
કાકી - મામી - માસી માટે એક શબ્દ છે આંટી ,
ગુજરાતી મા એ શબ્દો ની બનતી દીવાદાંડી ,
મળે નહી કઇં આના જોટા, ગુજરાતી અણમોલ.
કે -- ભઈલા ગુજરાતી અણમોલ
ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરાતી માં જીવો ,
ગુજરતી અક્ષરની પ્યાલી, ઘુંટ ઘુંટ માં પીવો.
વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ.
કે -- ભઈલા ગુજરાતી અણમોલ
- હર્ષિદા દીપક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો