બારીમાં બબલી બેઠીતી, બેઠીતી.
બેઠી બેઠી જોતીતી, જોતીતી.
લઇ કેળુને ખાતીતી, ખાતીતી.
છાપરે વાંદરો બેઠોતો, બેઠોતો.
હુપહુપ કરતો કુદી પડ્યો, કુદીપડ્યો.
કેળા લઇને નાસી ગયો, નાસી ગયો
.બબલીબેન તો જબરા હતા, જબરા હતા .
થાળી લીધી છુટ્ટી ફેંકી,
વાટકી લીધી છુટ્ટી ફેંકી ,
લાકડી
લીધી છુટ્ટી ફેંકી ,
વાંદરાભાઇ તો ડરી ગયા, ડરી ગયા.
કેળા ફેંકી ભાગી ગયા, ભાગી ગયા.
બબલીબેન તો રાજી થયા, રાજી થયા .
કેળા લઇને ખાવા માંડ્યા, ખાવા માંડ્યા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો