શુક્રવાર, 19 મે, 2017

ઉન્દરભાઇ એ બોલીંગ કરી, સિંહે મારી સિકસર,
વિકેટકિપર વાંદરાભાઇ ને, આવવા લાગ્યા ચક્કર.
સસલાભાઇ રમતમાં આવ્યા, પહેલા બોલે આઉટ ,
કેપ્ટન હતા કુતરાભાઇ ,ગયો એમને ડાઉટ.
રમતા- રમતા રાત પડી, પૂરા થયા દાવ ,
ગણતા-ગણતા બન્ને ટીમના, રન થયા સરખા.
હાથીભાઇ અમ્પાયરે કહ્યુ, હવે જુઓ ભાઇ,

સરખે- સરખા રન થયા, આ તો પડી ટાઇ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો