ચાંદામામા આવે ચાંદામામા આવે
ચાંદામામા આવે ને અજવાળા લાવે ... ..
ફુલ સરીખા ધોળા ધોળા કેવાં લાગે ભોળા ભોળા
બાબા બેબીને હસાવે
ચાંદામામા આવે ........ ચાંદા
દુનિયા ધોળે ધોળી કરતાં વાદળમાં એ
હરતા ફરતા
દરિયાને ડોલાવે એવા ચાંદામામા આવે
..... .ચાંદા
પકડ્યા ના પકડાયે એ તો વાદળમાં
સંતાયે
સંતાકુકડી રમાડે અમને ચાંદામામા આવે
...... ચાંદા
પોષી પુનમ આવે ત્યારે બેનીને હરખાવે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો